સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારની પોલીસ કર્મીઓને મોટી ભેટ | Gujarat Police Grade Pay News

Gujarat Police Grade Pay Police Constable, Head Constable, Assistant Sub Inspector (ASI) Grade Pay News

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના તમામ પોલીસ(Gujarat Police) કર્મચારીઓને રાજ્ય સરકારે સૌથી મોટી ભેટ આપી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ગ્રેડ પે(Grade Pay) મામલે વચગાળાના પેકેજની જાહેરાત કરી છે.
પોલીસ ગ્રેડ પે(Gujarat Police Grade Pay) પર ગુજરાત સરકારે સૌથી મોટો વચગાળાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે કુલ 550 કરોડના વચગાળાના પેકેજની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી પેકેજનું એલાન કર્યું છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે સમિતિની રચના કરી હતી. ત્યારબાદ સીએમ તથા ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે સમિતિની ભલામણોને સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક 550 કરોડ રૂપિયાનું ભંડોળ કર્યું મંજુર.

મહત્વપૂર્ણ છે કે ગ્રેડ પે મામલે સરકારે નિમેલી કમિટીએ જ્યાં સુધી ગ્રેડ પે ન થાય ત્યાં સુધી વચગાળાનું પેકેજ જાહેર કરવાની ભલામણ કરી હતી. આ ભલામણને સરકારે ગ્રાહ્ય રાખી પોલીસ વિભાગ માટે પેકેજ જાહેર કર્યું છે.

આ જાહેરાત થતાંની સાથેજ પોલીસ બેડામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પોલીસ ના જવાનો પણ તેમના પરિવાર સાથે ફટાકડા ફોડીને આ નિર્ણયને આવકાર્યો છે.

   
કોના પગારમાં કેટલો વધારો ?

  • LRDના વાર્ષિક પગારમાં 96,150 રૂપિયાનો વધારો
  • LRDના માસિક પગારમાં 8012 રૂપિયાનો વધારો
  • પોલીસ કોન્સ્ટેબલનો 52,740 વાર્ષિક પગાર વધ્યો
  • પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર 4395 રૂપિયા વધશે
  • હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો
  • હેડ કોન્સ્ટેબલના માસિક પગારમાં 4895 રૂપિયાનો વધારો
  • ASIના પગારમાં 64,740 રૂપિયાનો વધારો
  • હવે, ASIના માસિક પગારમાં 5395 રૂપિયાનો વધારો

important Links
સત્તાવાર પ્રેસ નોટઅહી કલીક કરો.Post a Comment

વધુ નવું વધુ જૂનું