Farmers will be able to buy expensive phones through the 'Know Your Farmer' scheme, earlier loans and interest were announced, now the government has also announced assistance on phones
'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે, પહેલા ધિરાણ અને વ્યાજની જાહેરાત કરી હતી હવે સરકારે ફોન પર સહાયની પણ જાહેરાત કરી દીધી છે
- ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
- ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે અપાશે સહાય
- મોબાઇલની ખરીદી પર 1500 રૂપિયા સુધી સહાય અપાશે
ગુજરાતના ખેડૂતોને લઈ સીએમ ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવા પરિવારમાંથી એક ખેડૂતને મોબાઇલની ખરીદી પર 1500 રૂપિયા સુધી સહાય અપાશે. સરકારે તૈયાર કરેલી 'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે જેનું વ્યાજ સરકાર ભોગવશે, આ માટે કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે અને હવે સહાયની જાહેરાતથી દરેક ખેડૂત માટે સ્માર્ટ ફોન વસાવવો સહેલો બનશે.
10 ટકા સહાય કે 1500 રૂપિયામાંથી જે ઓછુ હશે તે સહાય અપાશે
આ માટે સરકારે નિયમ પણ રાખ્યો છે કે એક જ ખાતેદારને આ સહાયનો લાભ મળશે તેમજ 10 ટકા સહાય કે 1500 રૂપિયામાંથી જે ઓછુ હશે તેની જ ચુકવણી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મહત્વનું છે 1 લાખ ખેડૂતોને ધિરાણ પર ફોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે.
કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને આપશે ધિરાણ
રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ યોજના લઈને આવી રહી છે, જેમાં 15 હજાર સુધીના કિંમતનો ફોન હવે ખેડતો સહેલાઈથી ખરીદી શકશે, જેમાં વ્યાજ વિના ફોન ખરીદવા માટે સરકાર ધિરાણ આપશે, આ ધિરાણ કોઓપરેટિવ બેન્કો પાસેથી આપવામાં આવશે, એટલું જ નહીં ધિરાણ પરનુ વ્યાજ પણ સરકાર જ ભોગવશે. સાથે જ 1500 રૂપિયાની સહાય પણ મળશે.સરકારે ખેડૂતો માટે ' નો યોર ફાર્મર' યોજના લઈને આવી છે જેમાં ઝીરો ટકા વ્યાજ ખેડૂતોએ ભોગવવાનું રહેશે, એટલે કે ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે, સરકાર ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે ધિરાણ આપશે.આ ધિરાણ કોઓપરેટિવ બેન્ક તરફથી આપવામાં આવશે અને જેનું વ્યાજ સરકાર ભોગવશે. સહાયની રકમ પણ સરકાર ભોગવશે.
Search Tags : i-Khedut Smart phone Yojna Form, i-Khedut online form links, khedut Smart phone GR, આઇ-ખેડૂત મોબાઈલ યોજના, ઓનલાઈન ફોર્મ આઇ- ખેડૂત
i-Khedut સ્માર્ટ ફોન સહાય Online Form | |
i-Khedut પર ઓનલાઇન અરજી કરો. | Click Here |
સ્માર્ટ ફોન સહાય માટે કૃષિ, કલ્યાણ અને સહકાર વિભાગ નો પરિપત્ર ક્રમાંક - બજટ/૧૦/૨૦૨૧/૧૧૨૩/ક-૫ | Click Here |
Thank You for Visit Gujarati Education and Gujarat Gk Daily Update Government Job & NonGovernment Sector's job Updates , Educational News , Gujarat All Competitive Exam Study Materials Circular Credit Update About Primary Education Department.: HTAT, TET ,TAT Study Materials, GPSC Study Materials, Degree , GSSSB Study Materials, Police Study Materials, Free Stock, Call Trading & Bank Job IBPS Related Information,Kids Story, Lawyer Latest Mobile tips, internet idea and Other Competitive Exam Study Historical Materials and Gk MP3 Exam materials,Tips For Successful in Exam....
- More General Knowledge : Download
- More Current Affairs : Click here
- Rojgaar Samachar Download : Click Here
ટિપ્પણી પોસ્ટ કરો