Maru Gujarat

ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.




ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

Advertisement

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.  સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાંં પણ ઘણો વધારે છે.


ઇતિહાસ

  • પૌરાણિક ગુજરાત

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

  • ઐતિહાસિક ગુજરાત



લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે.

ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.

  • પશ્ચિમી શાસન

યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ. ૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું.
ભારતની આઝાદી પછીનું ગુજરાત

Advertisement

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ૧૯૭૪માં થયેલું નવનિર્માણ આંદોલન દેશમાં સૌપ્રથમ વાર ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં સફળ થયું હતું.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફાનો થયાં. જે પછીના રમખાણોમાં ૨,૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજ્યા હતાં.

  • ભૂગોળ

જરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે.[૨૦] આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.

ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.

ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે.[૨૧]

પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે.[૨૨] તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.

  • જિલ્લાઓ : ગુજરાત રાજ્યમાં કુલ ૩૩ જિલ્લાઓ આવેલા છે.

વિસ્તારો પ્રમાણે જિલ્લાઓ

  • મધ્ય ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • આણંદ
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • ખેડા
    • મહીસાગર
    • પંચમહાલ
  • ઉત્તર ગુજરાત
    • ગાંધીનગર
    • અરવલ્લી
    • બનાસકાંઠા
    • મહેસાણા
    • પાટણ
    • સાબરકાંઠા
  • સૌરાષ્ટ્ર - કચ્છ
    • રાજકોટ
    • અમરેલી
    • ભાવનગર
    • બોટાદ
    • દેવભૂમિ દ્વારકા
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • કચ્છ
  • દક્ષિણ ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • ડાંગ
    • નર્મદા
    • નવસારી
    • તાપી
    • વલસાડ







                      જિલ્લાઓ અને તેમના તાલુકાઓની યાદી.                            
ક્રમ  જિલ્લો  મુખ્ય મથક  તાલુકા 
1 અમદાવાદ અમદાવાદ અમદાવાદ સીટી (પૂર્વ)અમદાવાદ સીટી (પશ્ચિમ)બાવળાદસ્ક્રોઇદેત્રોજ-રામપુરાધંધુકાધોલેરાધોળકા
માંડલસાણંદવિરમગામ
2 અમરેલી અમરેલી અમરેલીબાબરાબગસરા
ધારીજાફરાબાદકુંકાવાવ
લાઠીરાજુલાસાવરકુંડલા
લીલીયાખાંભા
3 આણંદ આણંદ આણંદઆંકલાવબોરસદખંભાત
પેટલાદસોજિત્રાતારાપુરઉમરેઠ
4 અરવલ્લી મોડાસા મોડાસાબાયડભિલોડા
ધનસુરામાલપુરમેઘરજ
5 બનાસકાંઠા પાલનપુર પાલનપુરઅમીરગઢભાભરદાંતા
દાંતીવાડાડીસા
દિયોદરધાનેરાકાંકરેજથરાદ
વડગામવાવસુઇગામલાખણી
6 ભરૂચ ભરૂચ ભરૂચઆમોદઅંકલેશ્વર
હાંસોટજંબુસરઝઘડિયા
વાગરાવાલિયાનેત્રંગ
7 ભાવનગર ભાવનગર ભાવનગરગારીયાધારવલ્લભીપુર
મહુવાઘોઘાજેસરપાલીતાણા,
 
સિહોરતળાજાઉમરાળા
8 બોટાદ બોટાદ બોટાદબરવાળાગઢડારાણપુર
9 છોટાઉદેપુર છોટાઉદેપુર છોટાઉદેપુરબોડેલીપાવી જેતપુર
ક્વાંટનસવાડીસંખેડા
10 દાહોદ દાહોદ દાહોદદેવગઢબારિયાધાનપુર
ફતેપુરાગરબાડાલીમખેડા
ઝાલોદસંજેલીસીંગવડ
11 ડાંગ આહવા આહવાસુબિરવઘઇ
12 દેવભૂમિ દ્વારકા ખંભાળિયા ખંભાળિયાદ્વારકાભાણવડકલ્યાણપુર
13 ગાંધીનગર ગાંધીનગર ગાંધીનગરદહેગામકલોલમાણસા
14 ગીર સોમનાથ વેરાવળ પાટણ-વેરાવળગીર ગઢડા
કોડીનારસુત્રાપાડાતાલાલાઉના
15 જામનગર જામનગર જામનગરધ્રોળજામજોધપુર
જોડિયાકાલાવડલાલપુર
16 જુનાગઢ જુનાગઢ જુનાગઢ શહેરજુનાગઢ ગ્રામ્ય
ભેંસાણકેશોદમાળિયા
માણાવદરમાંગરોળ
મેંદરડાવંથલીવિસાવદર
17 કચ્છ ભુજ ભુજઅબડાસાભચાઉગાંધીધામ,
 
મુન્દ્રાનખત્રાણાઅંજાર
ખપત
માંડવીરાપર
18 ખેડા નડીઆદ ખેડાનડીઆદગળતેશ્વરકપડવંજ,
 
કઠલાલમહુધામાતરમહેમદાવાદ
ઠાસરાવસો
19 મહીસાગર લુણાવાડા લુણાવાડાબાલાસિનોરકડાણા
ખાનપુરસંતરામપુરવિરપુર
20 મહેસાણા મહેસાણા મહેસાણાબેચરાજીવડનગરવિજાપુરજોટાણા
કડીખેરાલુસતલાસણાઊંઝાવિસનગર
21 મોરબી મોરબી મોરબીહળવદમાળિયા (મિયાણા)
ટંકારાવાંકાનેર
22 નર્મદા રાજપીપલા ડેડિયાપાડાગરૂડેશ્વરનાંદોદ
સાગબારાતિલકવાડા
23 નવસારી નવસારી નવસારીવાંસદાચિખલી
ગણદેવીજલાલપોરખેરગામ
24 પંચમહાલ ગોધરા ગોધરાઘોઘંબાહાલોલ
જાંબુઘોડાકાલોલમોરવા હડફશહેરા
25 પાટણ પાટણ પાટણચાણસ્માહારીજરાધનપુર
સમીશંખેશ્વરસાંતલપુરસરસ્વતીસિદ્ધપુર
26 પોરબંદર પોરબંદર પોરબંદરકુતિયાણારાણાવાવ
27 રાજકોટ રાજકોટ રાજકોટધોરાજીગોંડલજામકંડોરણા
જસદણજેતપુરકોટડા-સાંગાણીલોધિકા
પડધરીઉપલેટાવીંછીયા
28 સાબરકાંઠા હિંમતનગર હિંમતનગરઇડરખેડબ્રહ્માપ્રાંતિજ
તલોદવડાલીવિજયનગરપોશિના
29 સુરત સુરત બારડોલીકામરેજચોર્યાસીમહુવામાંડવી
માંગરોળઓલપાડપલસાણાઉમરપાડા
30 સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ચોટીલાચુડાદસાડાધ્રાંગધ્રાલખતરલીંબડી,
 
મુળીસાયલાથાનગઢવઢવાણ
31 તાપી વ્યારા વ્યારાનિઝરસોનગઢઉચ્છલ
વાલોડડોલવણકુકરમુંડા
32 વડોદરા વડોદરા વડોદરાડભોઇડેસરકરજણપાદરા
સાવલીશિનોરવાઘોડિયા
33 વલસાડ વલસાડ વલસાડધરમપુરકપરાડા,
 
પારડીઉમરગામવાપી

  • શહેરો


ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદનો સમાવેશ મેટ્રોપોલીટીન સીટીમાં થાય છે.
કુદરતી વિસ્તારો

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય, બરડા અભયારણ્ય જાંબુઘોડા અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ્ય, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.

એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

Advertisement

  • નદીઓ

નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્યમાંથી બે ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે.

  • વસતી


સને ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે.


  • રાજકારણ


ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું.


૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું, પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા બન્યુ અને તેમની નિમણુંક મુખ્યમંત્રી તરીકે થઇ. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી હતી. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૭ ની વિધાનસભા ચુંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યું અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં.[૨૪] ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી સત્તા પર આવ્યું અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા. મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને આનંદીબેન પટેલે મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું. ૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ વિજય રૂપાણી ગુજરાતના ૧૬મા મુખ્યમંત્રી બન્યા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી નિયુક્ત કરાયા.


  • અર્થતંત્ર


ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે[૨૫]. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.


ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષિણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દુધસાગર ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.


ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સિમેન્ટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે.[૨૬] કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે.[૨૭]


રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.


  • શૈક્ષિણક સંસ્થાનો


ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ આવે છે. જો કે, ગુજરાતમાં ખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સી.બી.એસ.ઈ.) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન (CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં ૧૩ મિશ્ર પ્રવાહની યુનિવર્સિટીઓ, ચાર કૃષિ વિશ્વવિદ્યાલયો અને એક આયુર્વેદ વિશ્વવિદ્યાલય આવેલાં છે.


અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.

Advertisement


વર્ષ ૨૦૦૮માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી હતી. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે સ્થાપવામાં આવી હતી. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી. સાબરમતી નદીના કાંઠે, પાલજ ખાતે તેનું આધુનિક બાંધકામ કરવામાં આવ્યું અને ૮ જુલાઈ, ૨૦૧૫થી કાયમી ધોરણે સંસ્થાનું સંપૂર્ણ કામકાજ ત્યાં ખસેડવામાં આવ્યું.[૨૮]


સેપ્ટ યુનિવર્સિટી સ્થાપત્ય ક્ષેત્રે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી, પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી, લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ) અને નિરમા યુનીવર્સીટી જેવાં પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો પણ આવેલાં છે.


  • સંસ્કૃતિ


ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.


  • ગુજરાતી ભોજન

ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ ૩ idiotsનો પણ સમાવેશ થાય છે. સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને સુરત - આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે.


  • ગુજરાતી ભાષા


ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ , દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે.


આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખનપધ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું.


  • કળા

ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા, વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્મકતાને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ - લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.


  • હસ્તકળા

ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે.


  • ભરતગુંથણ કામ
  • માટીકામ
  • બાંધણી
  • કાષ્ટકામ
  • પટોળા
  • જરીકામ
  • ઘરેણા
  • બીડ વર્ક

  • સાહિત્ય
ગુજરાતનું સાહિત્ય સ્વતંત્રતા, પરંપરા, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે 
ખૂબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે.


  • સંગીત અને નૃત્ય


ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્ય, માટે ખાસ્સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્યનાં પ્રકાર ગુજરાતની ઓળખાણ છે. ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં અનેરી વિવિધતા જોવા મળે છે.


  • સિનેમા


ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી. ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે.


  • તહેવારો

ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે:


  • નવરાત્રી
  • દિવાળી
  • ધુળેટી
  • ઉત્તરાયણ
  • જન્માષ્ટમી
  • શિવરાત્રી


  • મેળાઓ

ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે.[૨૯].

ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.


  • ભવનાથ મહાદેવનો મેળો
  • વૌઠાનો મેળો
  • ચિત્ર-વિચિત્રનો મેળો
  • મોઢેરા - નૃત્ય મહોત્સવ
  • ડાંગ - દરબાર મેળો
  • કચ્છ રણ ઉત્સવ
  • ધ્રાંગ મેળો
  • અંબાજી પૂનમનો મેળો
  • તરણેતરનો મેળો (ત્રિનેતેશ્વર મહાદેવનો મેળો)
  • શામળાજીનો મેળો
  • ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.


  • પરિવહન
    • હવાઈ પરિવહન : ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે.
    • આંતરરાષ્ટ્રીય હવાઈમથક
      • સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (અમદાવાદ) - અનેક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનોનું અહીંથી સંચાલન થાય છે.
      • પ્રાદેશિક હવાઈમથક
      • સુરત હવાઈમથક - મગદલ્લા રોડ પર આવેલ છે.
      • ભાવનગર હવાઈમથક - ભાવનગર શહેરથી ૯ કિમી દૂર આવેલ છે.
      • ડીસા હવાઇ મથક - ડીસાથી ૫ કિમી દૂર આવેલ છે.
      • કંડલા હવાઈમથક (ગાંધીગ્રામ) - કચ્છ જિલ્લામાં ગાંધીગ્રામની નજીક કંડલામાં આવેલ છે.
      • કેશોદ હવાઈમથક (જુનાગઢ) - જુનાગઢ જિલ્લામાં કેશોદ શહેરથી ૩ કિમી દૂર આવેલ છે.
      • પોરબંદર હવાઈમથક - પોરબંદર શહેરથી ૫ કિમી દૂર આવેલ છે.
      • રાજકોટ હવાઈમથક - રાજકોટ શહેરથી ૪ કિમી દૂર આવેલ છે.
      • વડોદરા હવાઈમથક - સંકલિત ટર્મિનલ હવાઈમથક (વડોદરા).
      • ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક
      • ભુજ હવાઈમથક - આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.
      • જામનગર હવાઈમથક- જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે.
      • નલિયા હવાઈદળ મથક - આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે.
    • રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક
      • મહેસાણા હવાઈમથક - મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે.
      • માંડવી હવાઈમથક
      • અમરેલી હવાઈમથક - તાલીમ માટેની હવાઈ પટ્ટી
      • ભવિષ્યના હવાઈમથક
      • ઝાલાવાડ હવાઈમથક- સુરેન્દ્રનગર વિસ્તાર માટે ભવિષ્યનું હવાઈમથક
      • ફેદરા (અમદાવાદ) - ભાલ વિસ્તારના ફેદરા ગામ નજીક સુચિત હવાઈમથક
      • અંબાજી (દાંતા), પાલનપુર, બનાસકાંઠા નજીક
      • પાલીતાણા
      • દ્વારકા
    • રેલ્વે પરિવહન : ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે. અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ - ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.
    • દરિયાઈ પરિવહન : ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુંદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.
    • રોડ પરિવહન
      • સ્થાનિક પરિવહન : ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.
      • અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસસેવાની વ્યવસ્થા પણ છે. ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.


  • સૌથી મોટુ
    • જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો. કિમી[૩૨]
    • જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૭૦,૪૫,૩૧૪[૩૩]
    • પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
    • મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
    • ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
    • ડેરી: અમૂલ ડેરી, આણંદ
    • મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
    • લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
    • યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી
    • સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
    • બંદર: કંડલા બંદર
    • હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ [મૂળનામ - શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ]
    • શહેરઃ અમદાવાદ
    • રેલવે સ્ટેશન: અમદાવાદ
    • સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો.કિમી)[૩૪]
    • સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
    • પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
    • દરિયાકિનારો: કચ્છ, ૪૦૬ કિ.મિ.
    • ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય), ગિરનાર, ઊંચાઈ ૧,૧૭૨ મીટર[૩૫]
    • વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો[૩૬]
    • મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
    • મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ., ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
    • ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો


  • ગુજરાતના જોવાલાયક સ્થળો
    • ધાર્મિક સ્થળો/યાત્રાધામો : નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી આપને અહીં જોવા મળશે.
    • સોમનાથ
    • શામળાજી
    • કનકાઈ-ગીર
    • પાલીતાણા
    • ડાકોર
    • પાવાગઢ
    • દ્વારકા
    • અંબાજી
    • બહુચરાજી
    • સાળંગપુર
    • ગઢડા
    • વડતાલ
    • નારેશ્વર
    • ઉત્કંઠેશ્વર
    • સતાધાર
    • પરબધામ
    • ચોટીલા
    • વીરપુર
    • તુલસીશ્યામ
    • સપ્તેશ્વર
    • અક્ષરધામ, ગાંધીનગર
    • બગદાણા
    • ગિરનાર
    • તરણેતર
    • સંતરામ મંદિર, નડીઆદ
    • કબીરવડ, ભરુચ
    • માટેલ, તા. મોરબી
    • રુદ્રમહાલય (સિદ્ધપુર)
    • પર્યટન સ્થળો
    • દીવ
    • તુલસીશ્યામ
    • દમણ
    • સાપુતારા


  • રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો

ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યોની યાદી નીચે મુજબ છે.


  • રાષ્ટ્રિય ઉદ્યાનો
    • ગીર રાષ્ટ્રિય ઉદ્યાન,જુનાગઢ
    • વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી
    • કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
    • દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર
    • અભયારણ્યો
    • નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ
    • બરડા વન્યજીવ અભયારણ્ય, પોરબંદર
    • ગીર અભયારણ્ય, જુનાગઢ
    • જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા
    • વેળાવદર કાળિયાર અભયારણ્ય, ભાવનગર
    • ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, ગાંધીનગર
    • થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા
    • જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ
    • રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, દાહોદ
    • પાણીયા અભયારણ્ય, અમરેલી
    • હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, રાજકોટ
    • ગાગા અભયારણ્ય, જામનગર
    • ખીજડીયા અભયારણ્ય, જામનગર
    • નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, કચ્છ
    • કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ
    • મીતીયાળા વન્યજીવન અભયારણ્ય, અમરેલી
  • ઔદ્યોગિક કેન્દ્રો
    • કચ્છ
    • અમદાવાદ
    • અંકલેશ્વર
    • ભરુચ
    • દહેજ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • વાપી
    • જામનગર
    • હજીરા
    • અલંગ
    • પુરાતત્વીક સ્થળો
    • લોથલ
    • હાથબ
    • ધોળાવીરા
    • ઘુમલી
  • ગુજરાતી વર્તમાનપત્રો
    • ગુજરાત સમાચાર
    • સંદેશ
    • ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણ
    • દિવ્ય ભાસ્કર દૈનીક
    • કચ્છમિત્ર
    • અકિલા
    • ફુલછાબ
    • અવધ ટાઇમ્સ દૈનીક
    • મુંબઇ સમાચાર
    • ગુજરાતી સામયિકો
    • મુખ્ય લેખ: ગુજરાતી સામયિકો
    • સફારી - સામાન્ય જ્ઞાનનું મેગેઝિન
    • જનકલ્યાણ - જીવનવિકાસલક્ષી સામયિક
    • શક્તિ દર્શનમ્ - ધર્મપ્રેમી વાચકો માટેનું સામયિક

કેટલાક મહત્વના પ્રશ્નો : 
  • ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? - ૧લી મે ૧૯૬૦
  • ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ? - ૧૬૦૦ કી.મી
  • અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
  • પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા
  • નારાયણ સરોવર ક્યાં આવેલું છે?— કચ્છ
  • અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
  • અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા
  • ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
  • કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી
  • ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમાં
  • ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
  • ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ
  • કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
  • કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ
  • ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?—  સાબરમતી
  • ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?— તેત્રીસ જિલ્લાઓ (જુઓ -ઉપર જિલ્લાઓ અને તાલુકાઓની લીસ્ટ આપેલું છે)
  • ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસાડ
  • ગુજરાત  ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?—- પશ્ચિમ ભારત
  • ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— જામનગર
  • ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— બનાસકાંઠા - ૧૪ તાલુકા
  • ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના
  • ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
  • ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?— ત્રણ (રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર)
  • ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
  • ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
  • ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?— 1,600 કિ.મી. થી વધુ
  • ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?— દક્ષિણ ગુજરાતમાં
  • ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે?— દસ
  • ગુજરાતમાં ‘લીલી નાઘેર’ નો પ્રદેશ કયો કહેવાય છે?— ચોરવાડનો પ્રદેશ
  • ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— અમદાવાદ
  • તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?— મહેસાણા
  • સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?— ડાંગ
  • ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ  સૌથી મોટો જિલ્લો કયો છે?— કચ્છ
  • ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?— મોઢેરામાં
  • ધરોઇ યોજના કઇ નદી પર છે?— સાબરમતી
  • ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?— ખંભાતમાં
  • ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?— વલસાડ જિલ્લો
  • ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?— કચ્છ જિલ્લો
  • ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?— જાફરાબાદી
  • ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?— 10
  • ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?— 11
  • ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?— વલસાડ
  • ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?— મોરબી
  • ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ  કયા શહેરમાં છે?— મોરબી
  • લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?— કચ્છ અને ભરુચમાંથી
  • ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?— સાબરમતી
  • સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં
  • કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
  • ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં છે?—જૂનાગઢ
  • છોટાઉદેપુર કયા જિલ્લામાં છૂટું પડીને નવો જિલ્લો બન્યો ?— વડોદરા
  • ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?— કચ્છના નાના રણમાં
  • સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?— કચ્છ
  • આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં
  • ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?— ખેડા
  • ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર
  • દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?— ખંભાતનો અખાત
  • પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?— પંચમહાલ
  • પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?— વડોદરાની નજીક
  • બરડો ડુંગર ક્યાં આવેલો છે?— જામનગરમાં
  • ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?— ગિરનાર
  • મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?— સૌરાષ્ટ્રમાં
  • બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— પાલનપુર
  • મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે?— મોરબી
  • આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ
  • રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ
  • દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ
  • ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા
  • નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?— 253 ,33
  • પાટણ કઇ નદી પર વસેલું છે?— સરસ્વતી
  • ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?— 1 મે,1960
  • તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર
  • ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?— 1,96,024
  • મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— પહેલું
  • વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
  • મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?— ઉનાવા
  • સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?— જામનગર
  • વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?— રાજકોટ
  • લકી સ્ટુડિયો ક્યાં છે? — હાલોલમાં
  • મીઠાપુરમાં શાનું કારખાનું છે?— તાતા કેમિકલ્સનું
  • કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
  • વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— નવમું
  • ગુજરાતનાં જિલ્લાઓમાં કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?— ખેડા
  • ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?— 919 as on 2021
  • દૂધસાગર ડેરી કયા શહેરની છે?— મહેસાણા
  • ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?— વડોદરા
  • ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?— નં-8
  • સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?— વૌઠામાં
  • દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— બનાસ
  • સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?— ધૂપગઢ
  • સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— હિંમતનગર
  • કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ભુજ
  • પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ગોધરા
  • ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?—  આહવા
  • ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?— સાતમો
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?— ગાંધીનગર
  • સુરત કઇ નદી પર વસેલું છે?— તાપી
  • હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે?— ડભોઇ
  • વડોદરા કઇ નદી પર વસેલું છે?—વિશ્વામિત્રી
  • મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?— કચ્છ
  • જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?— અંજાર
  • સૌરાશ્ટ્રના જીલ્લા કેટલા છે?— 11 (અગિયાર)
  • ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?— વાસદ

  • માહિતી અધતન કરીને મુકવામાં આવી છે છતાં પણ કોઈ પ્રશ્ન માં અથવા માહિતીમાં ક્ષતિ હોય શકે છે વધુ સચોટ માહિતી માટે ઓથેન્ટીક બુક વાચવી.

Post a Comment