ગુજરાતના બજેટમાં કોઈ નવી જાહેરાત નહીં: મહિલા, આરોગ્ય, શિક્ષણ ઉપર ફોકસ, નર્મદાની જોગવાઈ 17 ટકા ઘટી
પ્રથમવખત બજેટ રજુ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ બજેટ એક પડકાર છે કારણ કેબજેટમાં એવી કોઈ જાહેરાત નથી કે જેમાં કોઈ મોટી રોજગારીનું સર્જન થાય, નથી એવી કોઈ વિચારધારા કે જેનાથી કોરોનાની મહામારી પછી ગુજરાત રાજ્યના અર્થતંત્રને થયેલું નુકસાન અટકે અને ગુજરાત ફરીથી દેશના સૌથી વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ ધપે. આ બજેટમાં જે કોઈ જોગવાઈ કરવામ આવી છે તેમાં આગળની સરકારો શરૂ કરેલી યોજનાઓ
શિક્ષણ,આરોગ્ય, માર્ગ મકાન,,શહેરી વિકાસ અને ઉર્જા ક્ષેત્રને સૌથી મોટી ફાળવણી
ગત વર્ષની પરમ્પરા અનુસાર રાજ્ય સરકારના બજેટ ૨૦૨૦-૨૩ માં સૌથી વધુ નાણાકીય ફાળવણી શિક્ષણ, શહેરી વિકાસ અને ઉર્જા ક્ષેત્રને કરવામાં આવી છે. ગત વર્ષે પણ આ ત્રણ ક્ષેત્રોને સૌથી વધુ નાણા મળ્યા હતા.
વિભાગ | ૨૦૨૧-૨૨માં હિસ્સો ટકા | ૨૦૨૨-૨૩માં ફાળવણી રૂ. કરોડ | આ વર્ષે હિસ્સો ટકા |
શિક્ષણ | ૨૦.૮ | ૩૪,૮૮૪ | ૨૦.૫ |
શહેરી વિકાસ | ૮.૬ | ૧૪,૯૨૭ | ૮.૮ |
આરોગ્ય | ૭.૨ | ૧૨,૨૪૦ | ૭.૨ |
માર્ગ મકાન | ૭.૧ | ૧૨,૦૨૪ | ૭.૧ |
ઉર્જા | ૮.૩ | ૧૫,૫૬૮ | ૯.૨ |
નર્મદાની ફાળવણીમાં ૧૭ ટકાનો ધરખમ ઘટાડો
રાજ્ય સરકારે જળસંપત્તિ, પાણી પુરવઠો, નર્મદાએમ દરેક ક્ષેત્રે નાણાની ફાળવણી કરી છે પણ રાજ્યમાં દર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે, રાજ્યનો ૬૭ ટકા ભાગ સતત પાણીની ખેંચ સાથે જીવે છે ત્યારે રાજ્યની જીવાદોરી એવા નર્મદા પરિયોજના માટેના ખર્ચમાં ૧૭ ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. બજેટ ૨૦૨૧-૨૨માં નર્મદા માટે રૂ.૭૩૭૦ કરોડની ફાળવણી સામે આ વર્ષે ફાળવણી ઘટી રૂ.૬૦૯૦ કરોડ કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા બજેટમાં કરી નથી. આઉપરાંત, જળસંપત્તિ માટેની ફાળવણી પણ ત્રણ ટકા ઘટાડી છે. જોકે, પાણી પુરવઠા માટેની જોગવાઈ ૩૭ ટકા વધારી રૂ.૫,૪૫૧ કરવામાં આવી છે. એવું બની શકે કે અન્ય ચીજોમાં ઘટાડો કરી તેનો ઉપયોગ હવે પાણી પુરવઠા વિભાગમાં કરવામાં આવશે.
વિભાગ | ૨૦૨૧-૨૨માં હિસ્સો ટકા | ૨૦૨૨-૨૩માં ફાળવણી રૂ. કરોડ | ૨૦૨૨-૨૩માં હિસ્સો ટકા |
નર્મદા | ૪.૭ | ૬૦૯૦ | ૩.૬ |
જળસંપત્તિ | ૩.૫ | ૫૩૩૯ | ૩.૧ |
પાણી પુરવઠો | ૨.૫ | ૫૪૫૧ | ૩.૨ |
કલ્પસર | ૦.૮ | ૧૨૪૦ | ૦.૭ |
- કરવેરા અંગેની નાણામંત્રીની જાહેરાત :
- કરવેરાના વર્તમાન માળખામાં કોઈપણ ફેરફાર નહિ
- નવા કોઈપણ કરવેરાની જાહેરાત નહિ
- 12,000 સુધીના માસિક પગાર પર પ્રોફેન્શલ ટેક્સમાંથી મુક્તિ
- 15 લાખ કરદાતાઓને મળશે આ રાહત
- પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરાતા સરકારે 198 કરોડની આવક જતી કરવી પડશે
- માર્ગ વાહન-વ્યવહાર વિકાસ માટે 12,024 કરોડની જોગવાઈ
- રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ માટે 4100 કરોડની ફાળવણી
- 78 રેલવે લાઈન પર ઓવરબ્રિજ
- દરિયાકાંઠાના વિસ્તારના વિકાસ માટે 2440 કરોડની ફાળવણી
- બગોદરા-રાજકોટ હાઈવેને 3350 કરોડના ખર્ચે 6 લેન કરાશે
- ઘરના ઘરનું સપનું થશે સાકાર
- ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કરાશે
- સરકાર આગામી વર્ષમાં 4,00,000 નવા આવાસો ઉભા કરાશે
- આ જાહેરાત માટે રૂ. 933 કરોડની ફાળવણી કરવામાં આવી
- મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના
- 4000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે
- મફત Wifi માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી
- બેરેજ માટે બજેટમાં ફાળવણી
- સાબરમતી નદી હીરપુરા, વાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઈ
- દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ, બેરેજ યોજના માટે 35 કરોડની જોગવાઈ
- અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગવાઈ
- શિક્ષણ ક્ષેત્ર માટે 34,884 કરોડની જોગવાઈ
- ગત વર્ષે સરકારે 32,719 કરોડની ફાળવણી આ વિભાગ માટે કરી હતી
- શિક્ષા ક્ષેત્રના બજેટમાં વાર્ષિક 7%નો વધારો
- મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે 1188 કરોડની ફાળવણી
- સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક કોલેજ માટે 12 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળવિકાસ માટે 2022-23 માટે 4976 કરોડની ફાળવણી
- ગત વર્ષે આ વિભાગ માટે 3511 કરોડની થઈ હતી ફાળવણી
- સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના હેઠળ ફાળવણી
- સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ
- પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે
- વિધવા સહાય પેન્શન યોજના માટે 917 કરોડનું બજેટ
- માસિક ધર્મ જાગૃતિ સેનેટરી પેડની ઉપલબ્ધિ માટે 45 કરોડની જોગવાઈ
- 90 નવી ખિલખિલાટ વાન માટે પણ અલગ ફાળવણી
- જળજીવન મિશન અંતર્ગત દરેક ઘરે શુદ્ધ પાણી પુરૂ પાડવા 5540 કરોડની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
- ગુજરાતમાં અમારી સરકારે 10 કરોડ કોરોના રસીના ડોઝ મફતમાં આપ્યા.
- રાજ્યનો જીડીપી બે દાયકામાં વીસ લાખ કરોડ થયો છે.
- માથાદીઠ આવક રૂ. 19000થી વધી રૂ. 2.14 લાખ કરોડ થયો છે.
- 280 સેવાઓને ડિજિટલ પોર્ટલ પર લઈ ગયાં છીએ
- આવકના દાખલાની મુદત વધારીને 3 વર્ષ કરી
- કૃષિ વિભાગ માટે
- નાણામંત્રી કનુ દેસાઈએ નવા વર્ષ માટે કૃષિ વિભાગ માટે રૂ. 7737 કરોડની ફાળવણી કરી છે.
- રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે.
- ડાંગ રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો.
- મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની ફાળવણી.
- રખડતા પશુઓથી મુક્તિ મેળવવા 100 કરોડની જાહેર જોગવાઇ કરાઈ.
- સગર્ભાઓ મહિલાઓને ગુજરાત સરકારની ભેટ
- સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ.
- પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1 કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે.
- શિક્ષણને ગુણવતાસભર બનાવવાનો નિર્ણય
- ભૂપેન્દ્ર પટેલ સરકારે નવા વર્ષમાં શાળા શિક્ષણને વધુ ઉચ્ચતમ સ્તર પર લઈ જવાની યોજન ઘડી
- સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ
- આ યોજના હેઠળ સરકારે 500 કરોડનો ખર્ચ કરવાની તૈયારી દર્શાવી
- 70 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે
- બોટાદ, જામખંભાળિયા વેરાવળમાં શરૂ થશે નવી મેડિકલ સરકારી કોલેજ
- આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
- પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- જળસંપત્તિ ક્ષેત્ર- 5339 કરોડની જોગવાઈ
- પાણી પુરવઠા વિભાગ- 5451 કરોડની ફાળવણી
- શહેરી વિકાસ- 14927 કરોડની ફાળવણી
- ઉદ્યોગ- 7030 કરોડ
- પ્રવાસન- 465 કરોડ
- વિજ્ઞાન પ્રોદ્યોગિક- 670 કરોડ
- શિક્ષણ- 34,884 કરોડ
- મત્સય- 880 કરોડ
- સાગર ખેડૂતને લોન આપવા- 75 કરોડ
- ગૃહ વિભાગ- 8825 કરોડ
- સહકારી ખાંડ મિલોને લોન આપવા 10 કરોડની ફાળવણી
- અન્ન નાગરિક પુવઠા માટે- 1526 કરોડ
- કાયદા વિભાગ- 1740 કરોડ
- આદિજાતિ વિભાગ- 2909 કરોડ
Gujarat’s Finance Minister Kanubhai Desai presented the state budget for 2022-23 today. With the Gujarat state election due later this year, this will be the final budget presentation for the Bhupendra Patel-led BJP government in the current tenure.
Introducing his first budget on the floor of the Gujarat State Assembly, Desai highlighted the achievements of his government and said that per capita income in the state has jumped exponentially in the past two decades. From Rs 19, 823 in 2002, Gujarat’s per capita today is Rs 2,04,809.
Desai announced special initiatives for the farmers of the state, including allocation of Rs 757 crore for agricultural research initiatives. In his budget speech, he announced the provision of a total of Rs 7737 crore for agriculture and farmers’ welfare. This included the allotment of Rs 10,000 crore for providing subvention of Rs 6,000 per year to every farmer household under the Pradhanmantri Kisan Samman Nidhi.
Here are some of the other major announcements for the agriculture sector under the Gujarat budget
- Subsidy of Rs 8300 crore to make agricultural connections available to farmers with subsidised power.
- Provision of Rs 2310 crore for schemes for crop husbandry.
- Rs 260 crore to provide subvention in purchasing various agricultural machinery
- including tractors.
- Rs 231 crore of the various projects to agriculture and allied sectors under Rashtriya Krishi Vikas Yojana.
- Rs 213 crore for maintenance of cows for the farmers who are engaged in organic farming entirely based on cows
- Allocation of Rs 142 crore for construction of small godowns on farms under Mukhya Mantri Pak Sangharsh Yojana
- Formation of Gujarat Prakrutik Krushi Vikas Board with the provision of Rs 100 crore for boosting organic farming in the state.
- Rs 100 crore budget for providing subvention to Agro and Food Processing units under the Sarvagrahi Krishi Vyavasay Niti.
Gujarat Budget 2022 | |
State | Gujarat |
Documents | Gujarat Budget 2022-23 PDF |
Year | 2022-23 |
Status | Available |
Gujarat CM | Shri Bhupendra Patel |
Finance Minister | Shri Kanubhai Desai |
Principal Secretary | Shri J P Gupta (IAS) |
Secretary (Economic Affairs) Commissioner of BPE & Ex-officio Secretary | Shri Milind Torawane (IAS) |
Secretary (Expenditure) | Ms. Manisha Chandra (IAS) |
Format | |
Medium | English & Gujarati |
How To Download Gujarat Budget 2022 From Official Website?
- First Visit Official Website of Gujarat Government Finance Department.
- The link Of Official Website Is Given Above In table .
- Now Home Page of The Finance Department Website Will Open
- There On home Pages Link Budget is Given .
- Click on The year 2022-23 To Open Budget .
- Now Budget Pages Is Opened.
- Now You Can Download your Budget 2022 From That Page.
ટિપ્પણી પોસ્ટ કરો