લંપી વાયરસ (Lampi Virus) જાનવરોમાં ફેલાતો ગઠ્ઠો ત્વચાનો વાયરસ, જાનવરોના મોતથી પશુ માલિકો પરેશાન

લંપી વાયરસ (Lampi Virus) - જાનવરોમાં ફેલાતો ગઠ્ઠો ત્વચાનો વાયરસ

મિત્રો હમણાં છેલ્લા ત્રણ વર્ષથી દુનિયાભરમાં કોરોના વૈશ્વિક મહામાંરીએ તબાહી મચાવી છે, સેકડો લોકો કોરાનાકાળમાં મુત્યુને ભેટ્યા છે. ત્યારે હવે એજ પ્રકારનો વાયરસ અત્યારે પાલતું પ્રાણીઓમાં પણ ફેલાઈ રહ્યું છે જેનું નામ છે લંપી વાયરસ જે પ્રાણીઓની ત્વચા ને લગતો રોગ છે. આવો જાણીએ લંપી વાયરસના લક્ષણો, શું સાવચેતી લઈએ તો આ રોગને ફેલાતો અટકાવી શકાય.

Lampi Virus - પ્રાણીઓમાં વાઈરસ(Animal Virus) કોરોના વાયરસે માનવીઓમાં તબાહી મચાવી છે, ત્યારે હવે ગઠ્ઠાવાળી ત્વચાનો વાયરસ પ્રાણીઓ પર હુમલો કરી રહ્યો છે. આ વાયરસ ગાય,બળદ, સહીત અનેક પ્રાણીઓને પોતાની જપેટમાં લઇ રહ્યો છે. જેના કારણે સંક્રમિત પ્રાણીઓ પણ મુત્યુ પામી રહ્યા છે. જેમાં સૌથી વધારે આંકડો ગાયો નો છે. હાલના સમયમાં આ રોગ રાજસ્થાનમાં વધુ જોવા મળી રહ્યો છે.
આ વાયરસની સૌથી વધુ અસર ગાયો પર જોવા મળે છે. ગાયોના મોતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને જોતા પશુપાલકો અને પથમેડા ગૌ ચિકિત્સાાલય હેઠળના કેટલા ભાજપના કાર્યકરોએ જિલ્લા કલેકટરને ચેપગ્રસ્ત પશુઓની સારવાર અને વાયરસથી બચવા માટે પગલાં ભરવાની માંગ કરી છે.

આ રીતે લમ્પી વાયરસના કારણે પ્રાણીઓના મૃત્યુ થાય છેલમ્પી સ્કિન વાયરસ નામનો આ રોગ સંવેદનશીલ પ્રાણીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત થયા પછી, પ્રથમ તાવના લક્ષણો પ્રાણીઓમાં આવે છે અને પછી ચામડી પર ગઠ્ઠો થવા લાગે છે. જેના કારણે પશુઓ ચરવાનું અને પાણી પીવાનું બંધ કરી દે છે. જે તેના મૃત્યુ જે તેના મૃત્યુ તરફ દોરી જાય છે. આ રોગના કારણે સૌથી વધુ ગાયોના મોત થયા છે.


હોસ્પિટલના જનરલ સેક્રેટરીએ વાયરસ વિશે શું કહ્યું?

પથમેડા ગૌ ચિકિત્સાાલયના જનરલ સેક્રેટરી આનંદ પુરોહિતનું કહેવું છે કે બાડમેરમાં ગાયો પર ગઠ્ઠો ત્વચાનો વાયરસ સતત ફેલાઈ રહ્યો છે. જેનો કોઈ ઈલાજ નથી. બીજી તરફ કમિટીના સભ્ય રમેશ સિંહ ઈન્ડાનું કહેવું છે કે આ રોગની વહેલી તકે સારવાર મળવી જોઈએ નહીંતર પશુઓના મૃત્યુની સંખ્યા વધી શકે છે.

ફેલાવાનું કારણ : 
 • આ રોગ વાયરસ (વિષાણું) થી ફેલાતો ચેપી રોગ છે.
 • માખી અને મચ્છર આ ત્વચાનો રોગ ગાય અને ભેસમાં ફેલાવવામાં મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે.
 • ઈતરડી ને પણ આ રોગ ફેલાવો કરવામાં જવાબદાર પરિબળ તરીકે ગણવામાં આવે છે.
 • સામાન્ય રીતે લોહી પિતા પરોપજીવી દ્વારા રોગીષ્ટ પશુ માંથી તંદુરસ્ત પશુમાં ફેલાય છે.
 • આ એક ચેપી રોગ છે જે અસર કરતા તરતજ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.

બીમારીની વિગત :
 • તાવ આવવો.
 • મો , નાક, આંખ માંથી પાણી આવવું.
 • વજન ઘટવું.
 • આખા શરીર પર ગાંઠો જોવા મળવી.
 • પગ અને ગળાના ભાગ પર સોજો આવવો.
 • ચાલતા, ઉઠવા અને બેસવામાં તકલીફ થવી.
 • ગાંઠોમાં રસી થવી અને ચાંદા પાડવા.
બીમારી અટકાવવાના ઉપાયો :
 • સૌપ્રથમ રોગિષ્ટ પશુને અલગ કરવું અને ચરવા માટે છૂટું મૂકવું નહીં.
 • જેથી બીજા પશુમાં રોગને ફેલાતો અટકાવી શકાય.
 • રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતરણ બંધ કરવું.
 • માખી મચ્છર ઇતરડીનું ઉપદ્રવ અટકાવવા માટે જંતુનાશક દવાનો પ્રયોગ કરવો.
 • રસીકરણ કરાવવું.
 • રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તેથી મિનરલ મિક્સર પાવડર ખવડાવવો જોઈએ.
 • આ રોગ વરસાદની ઋતુમાં વધુ જોવા મળતો હોય વરસાદનું પાણી પશુના રહેઠાણમાં ભરાવો ના થાય તેવી વ્યવસ્થા કરવી.
 સારવાર માટે સંપર્ક સૂત્ર :
 • ફોન નંબર - 1962 (Tall Free) પશુ ઈમરજન્સીલ હેલ્પલાઇન - (કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું) 
 • નજીકનું કોઈ પણ સરકારી પશુ દવાખાનું 

હાલમાં ચોમાસાની ઋતુમાં ગાય ભેસ માં નવો રોગ લંપી સ્ક્રીન ડીસીઝ ગાંઠદાર ચામડીનો રોગ નું પ્રમાણ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે જેથી કરીને આ નવા રોગનો ફેલાવો ના થાય તે માટે જરૂરી પગલાં લેવા આવશ્યક હોય તેની માહિતી અહીં પૂરી પાડવામાં આવી છે, આ લેખ તમે માંરુગુજરાત ની મદદ થી વાંચી રહ્યા છો. ગમે હોય તો બીજા પશુપાલક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને પ્રાણીઓમાં આવેલી આ મહામારીથી બચી શકાય.

આ પણ વાંચો : 


Post a Comment

વધુ નવું વધુ જૂનું