PM Kishan EKYC : Khedut Samman Nidhi :ઈ કેવાયસી ન કરાવનાર ઉત્તર ગુજરાતના 5.67 લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિ નો 12 મો હપ્તો નહીં મળે.
યોજનાનો લાભ લેતા ઉત્તર ગુજરાતના 13.79 લાખ ખેડૂતો પૈકી 8.12 લાખ ખેડૂતોએ એ EKYC કરાવી દીધું છે.
Contents
કિસાન સમ્માન નિધીનો ૧૨ મો હપ્તો કોને નહિ મળે.
ઉત્તર ગુજરાતના 13.79 લાખ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની યોજના નો લાભ લઈ રહ્યા છે. આગામી સમયમાં 01.09.2022 ના રોજ યોજનાનો 12 મો હપ્તો ચૂકવવામાં આવશે. જોકે, આ વખતે જે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું હશે તેમને જ યોજનાનો લાભ આપવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત ઈ કેવાયસી ન કરાવનાર ઉત્તર ગુજરાતના 5.67 લાખ ખેડૂતોને યોજનાનો 12 મો હપ્તો નહીં મળે.
કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લઈ રહેલા ઉત્તર ગુજરાતના 13.79 લાખ ખેડૂતો પૈકી 8.12 લાખ ખેડૂતોએ કેવાયસી કરી દીધું છે. PM Khedut Samman Nidhi e-Kyc ન કરાવનાર 5.67 લાખ ખેડૂતોને યોજનાના 12 માં હપ્તાથી વંચિત રહી શકે છે. પાંચ જિલ્લાની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠાના 48.75% લેખે 2.34 લાખ ખેડૂતોએ હજુ ekyc કરાવ્યું નથી. આ ઉપરાંત પાટણ જિલ્લાના 40.91 ટકા, મહેસાણા જિલ્લાના ૩૭ ટકા સાબરકાંઠા જિલ્લાના 36.58% અને અરવલ્લી જિલ્લાના 31.87 ટકા ખેડૂતો EKYC કરાવ્યું ન હોવાથી ઉત્તર ગુજરાતના સરેરાશ 41.12 ટકા ખેડૂતો બારમાં હપ્તાથી વંચિત રહી શકે છે.
જોકે વધુમાં ખેડૂતો વહેલી તકે EKYC કરાવી દે માટે કૃષિ વિભાગ પ્રયાસો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 31 જુલાઈ સુધી જ ખેડૂતોએ EKYC કરાવી શકશે.
ખેડૂતો જાતે આ રીતે EKYC કરી શકે છે.
- www.pmkisansan.gov.in પર જવું.
- હોમ પેજ પર કેવાયસી ના વિકલ્પ પર ક્લિક કરવું.
- નવું પેજ ખુલશે જેમાં આધાર કાર્ડ નંબર લખી સર્ચ બટન ક્લિક કરવું.
- જેમાં આધાર લિંક કરેલ મોબાઈલ નંબર પર નંબર લખી ગેટ મોબાઈલ OTP પર ક્લિક કરવું.
- મોબાઈલ પર બીજો ઓટીપી આવે તેને લખી સબમિટ ફોર યુથ પર ક્લિક કરવું તમારું કેવાયસી થઈ જશે અને સક્સેસફુલનો મેસેજ આવશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
ટિપ્પણી પોસ્ટ કરો