રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરે ધોરણ 6 અને 9 માટે SEB PSE SSE શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 જાહેર કરી છે. PSE (પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પરીક્ષા) માટેની પરીક્ષા SEB ગાંધીનગર દ્વારા લેવામાં આવશે. જે ઉમેદવારો SEB PSE 2022 પરીક્ષા આપવા માંગે છે તેઓ તેમની પાત્રતા ચકાસી શકે છે અને અધિકૃત વેબસાઇટ, sebexam.org પર ઑનલાઇન અરજી કરી શકે છે . બોર્ડે SEB PSE 2022 પરીક્ષાનો પરીક્ષા અભ્યાસક્રમ પણ બહાર પાડ્યો છે. જેઓ સરકારી શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્ર બનવા માંગે છે તેઓ કૃપા કરીને આ લેખ વાંચો.
SEB PSE SSE પરીક્ષા 2022
આ પરીક્ષા 100 ગુણના દરેક બે વિભાગ માટે લેવામાં આવશે. દરેક વિભાગ માટે લઘુત્તમ લાયકાતના ગુણ 35 ગુણ હશે અને અંતિમ SEB PSE મેરિટ યાદી બંને વિભાગોના ગુણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
સંસ્થા નુ નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
પરીક્ષાનું નામ | SEB પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 SEB માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 |
વર્ગ | વર્ગ-6 અને 9 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓનલાઈન અરજી શરૂ | 22 ઓગસ્ટ 2022 |
અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ | 06 સપ્ટેમ્બર 2022 |
સત્તાવાર વેબસાઇટ | http://www.sebexam.org/ |
SEB શિષ્યવૃત્તિ પરીક્ષાની વિગતો
- SEB PSE – પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 6 માટે)
- SEB SSE - માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 9 માટે)
SEB શિષ્યવૃત્તિ પરીક્ષા લાયકાત:
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા :
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં (જીલ્લા પંચાયત /મહાનગરપાલિકા / નગરપાલિકા ની શાળા ) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
- ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા :
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૯ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન -ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
- ધોરણ 8 માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
SEB Scholarship Exam પરીક્ષા ફી:
ક્રમ | પરીક્ષાનું નામ | પરીક્ષા ફી | પ્રમાણપત્ર ફી | કુલ |
1 | પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા | રૂ.૨૫/- | રૂ.૧૫/- | રૂ.૪૦/- |
2 | માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા | રૂ.૩૫/- | રૂ.૧૫/- | રૂ.૫૦/- |
કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
ભાષા – સામાન્ય જ્ઞાન | ૧૦૦ | ૧૦૦ | ૯૦ મિનીટ |
ગણિત – વિજ્ઞાન | ૧૦૦ | ૧૦૦ | ૯૦ મિનીટ |
પ્રાથમિક / માધ્યમિક બંને શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે.
SEB PSE SSE શિષ્યવૃત્તિ પરીક્ષા ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
- “એપ્લાય ઓનલાઈન ” ઉપર કલીક કરવું.
- પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯) ની સામે “એપ્લાય” ઉપર કલીક કરવું.
- એપ્લીકેશન ફોર્મ માં માગ્યા મુજબની માહિતી ભરવી (ફક્ત અંગ્રેજીમાં)
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- વિદ્યાર્થીની માહિતી ભરો.
- શાળાની માહિતી ભરો.
- ત્યારબાદ સબમિટ ઉપર કલીક કરી સ્ક્રીન ઉપર દેખાતા એપ્લીકેશન નબર સુરક્ષિત જગ્યાએ નોધી લો.
SEB PSE SSE શિષ્યવૃત્તિ પરીક્ષા : મહત્વપૂર્ણ તારીખો
સૂચના તારીખ | 17 ઓગસ્ટ 2022 |
ઓનલાઈન અરજી શરૂ | 22 ઓગસ્ટ 2022 |
અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ | 06 સપ્ટેમ્બર 2022 |
SEB શિષ્યવૃત્તિ પરીક્ષાની તારીખ | ઓક્ટોબર 2022 |
SEB PSE SSE શિષ્યવૃત્તિ પરીક્ષા : મહત્વપૂર્ણ લિંક
સૂચના | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
ટિપ્પણી પોસ્ટ કરો