Gujarat Police Bharti : ટુંક સમયમાં આવશે 12 હજાર પોલીસ ભરતી, આગામી બે દિવસમાં જાહેર થશે નોટિફિકેશન

Gujarat Police Bharti Date 2023 : ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.


Gujarat Police Bharti



ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ અને પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિદેશક પીવી રાઠોડને નવી જવાબદારી સોંપાઈ છે.

PSI અને લોકરક્ષક ભરતી માટે બનેલા બોર્ડનો ચાર્જ સોંપાયો છે. અગાઉ PSI ભરતી બોર્ડ અને લોકરક્ષક ભરતી બોર્ડ અલગ હતા હવે એક જ બોર્ડ ભરતી કરશે. પીએસઆઇ અને લોકરક્ષક ભરતી માટે ગૃહ વિભાગે બનાવેલા અલગ ભરતી બોર્ડનો ચાર્જ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલને સોંપ્યો છે. પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિર્દેશક પીવી રાઠોડને પણ જવાબદારીનો ચાર્જ સોંપાયો છે. આ બંને આઇપીએસ અધિકારીઓ પોલીસ ભરતી બોર્ડમાં નવી નિમણૂંક ન થાય ત્યાં સુધી જવાબદારી સંભાળશે.

હસમુખ પટેલની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે. તેથી તેઓને આ જવાબદારી સોંપાઈ છે. પોલીસમાં હવે પીએસઆઇ અને લોકરક્ષક ભરતી એક બોર્ડ દ્વારા કરવામાં આવશે. નવા બનેલા પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી કરવામાં આવશે. અગાઉ પીએસઆઇ ભરતી બોર્ડ અને લોકરક્ષક ભરતી બોર્ડ અલગ હતા.

આ પણ જુઓ – Gujarat Police Bharti News 2023 : ગુજરાત પોલીસ ભરતી, ખાખીનો શોખ છે તો તૈયારીમાં લાગી જાઓ 

Gujarat Police Bharti News

Gujarat Police Recruitment 2023: ગુજરાતના હજારો લાખો યુવાનો જે પોલીસ ભરતીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા આખરે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ગૃહ વિભાગ દ્વારા આગામી બે દિવસમાં LRD, જેલ સિપાહી, કોન્સટેબલ સહિત IBમાં વિશાળ ભરતીની (police bharti 2023) જાહેરાત કરવામાં આવશે.

નોટિફિકેશન બાદ પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ પરિક્ષાની તારીખો જાહેર કરશે.આપને જણાવી દઈએ કે ભરતી બોર્ડને, આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જ ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તમામ પરીક્ષાઓ મોડમાં લેવાશે. અંદાજે 12 હજારથી પણ વધુ જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવશે.


Post a Comment

વધુ નવું વધુ જૂનું